A Gulf Between Me and My Father | અખાત – મારા અને મારા પપ્પા વચ્ચે નો.
(English version below):
અખાત – મારા અને મારા પપ્પા વચ્ચે નો.
મારા પપ્પા સોના ના વેપારી છે. બીજા ઘણા પપ્પા ની જેમ, મોડી સાંજે જ્યારે સંધ્યા નો પિળો રંગ પપ્પા ના ગ્લાસ માં ઓગળે ત્યારે વેપારી અદ્રશ્ય થઈ ને એક વાર્તાકાર પ્રગટે છે. આમ તો પપ્પા ની મોટાભાગની વાતો જામજોધપુર ( ગુજરાત નું નાનું ગામ) જ્યાં તેનો ઉછેર થયો હતો ત્યાં ની છે. મને તેઓ ના પારિવારિક ઘર મા ઉપર ના માળે થતાં ભૂત નો આકાર, તે અને તેના મિત્રો સોડા અને પાંદ માટે જે ઓટલા પર બેસતા એ બધુ જ ખબર છે.પુનરાવર્તન થી તેની યાદો મારી થઈ ગઈ. જોકે મારી ફેવરિટ યાદ તો તેની પહેલી યાદ છે જે ઈન્ડિયા ની નથી.
તેઓ ચાર વર્ષ ના હતા. એક દુબઈ પોલીસ ઓફિસરે નાની હોળી માંથી ઊતરતા તેને તેડયા હતા, પપ્પા ભયભીત અને રડતા હતા.તે જોતા હતા કે મમ્મી થી જુદા ના પડી જાય. તેઓ ગુજરાત થી મોટી સ્ટીમર મા યુ.એ. ઈ. પહેલી વખત આવ્યા હતા. વર્ષ હતું 1968.
આ વાત ને હું સૌવ થી વિશેષ મમળાવું છુ , નાજુકતા થી એને ઝાકળ ના ટીપા ની જેમ મારી હથેળી માં સાચવી રાખુ છુ. ડરુ છુ કે હાથ થી સરકી ના જાય.અલગઅલગ ગ્રહ મા વિતેલ મારા અને મારા પપ્પા ના બાળપણ વચ્ચે આ યાદ થી સેતુ બંધાયો. મારો જન્મ દુબઈ હોસ્પિટલમાં થયેલ. મારી યાદો ની પુષટભૂમી માં લુપ્ત થતા સ્થળો છે. વાફી મૉલ મા ભૌમીતીક આકાર ના ગાલિચા વાળો ગેમિંગ આર્કેડ, કરામા ની ખુલ્લી શોપિંગ માર્કેટ અને રાઉંડ અબાઉટ ના ગ્રીન મા પીકનીક.
ઘણા અખાત મા વસેલા ભારતીય કુટુંબ ની માફક મને પણ સુસંગત ઈમેગ્રેશન ની વાત કરેલ નહતી. વીસ વર્ષ થી વધારે વખત સુધી મને એ જાણ નહોતી કે પપ્પા ની પહેલી યાદ ત્યા ની છે જ્યા મારો જન્મ થયો હતો. પપ્પા એ મને પોલીસમેન ની સ્ટોરી ત્રણ વર્ષ પહેલાં જ કીધી જ્યારે હું મારા કરામા વિશે ના નિબંધ માટે તેને સવાલો કરતી હતી. હું મારા બચપણ ના સ્થળો મારી જાણ બહાર પરાવર્તિત થયા તે વિષે લખતી હતી.
અદ્રશ્ય થતાં શહેર ની તાકીદ સામે અમારા વચ્ચે નો અખાત સંકોચાણો.મારામાટે મારા પપ્પા એ જામજોધપુર ને ગલ્ફ ઉપર ઓઢાડવાનુ બંધ કરયું. અમે એનો ઇતિહાસ થમંભાવી અમારા સહિયારા ઇતિહાસ ની ખૂટતી કડી જોડાવાનું શરૂ કર્યું. જેની જમીન મારી નજર સામે ક્ષીણ થાય છે અને સાથે લઈ જાય છે પપ્પા ની વાર્તા અને મારું બીલોગીંગ, એની જગ્યા એ ગુંથાય છે એક નવી વાર્તા.
થોડા અઠવાડિયા પેલા મે ડેરા ક્રીક માં આવેલ અલ સીફ ની મુલાકાત લીધી, થોડાક પગથિયા ઉતરતા હું એક અવલૌકીક દુનિયામાં પહોચી ગઈ. પથ્થર અને માટી ની ગલી, ભૂરી આછેરી કાટ ખાઈ ગયેલ ડેલી, લાકડાના સ્તંભ પર સુશોભિત મત્સ્ય જાલ. અલ સિફ મા એક મેજિક કાર્પેટ ની દુકાન છે, પાણીના ફુવારા વારી વાવ,અને ઘણી લાકડા ની ચાર પૈડાં વારી રેકડી છે. કાચ ની બરણીમાં સાચવેલો લાગતો પાડોશ ( ઉમર અને વસાહત ના ચિન્હો વગર) “ ડુબઈ હિસ્ટોરિક વોટરફ્રંટ" તરીકે માર્કેટ કરેલ પ્રોજેક્ટ 2017 માં બનાવેલ છે. મારા પપ્પા એ વર્ણવી તેવી નથી લાગતી, જ્યાં તેઓ ઉતર્યા હતા. અલ સીફ મને CBSC સ્કૂલ ના યુ.એ.ઈ સોશિયલ સ્ટડી અભ્યાસક્રમ ના પાત્ર ફૈઝલ ની યાદ અપાવે છે. ફૈઝલ અને તેની બહેન જેનું નામ મને યાદ નથી આવતું, યુ.એ.ઈ. મા રહે છે અરબીક બોલે છે અને મદ્રેસા માં ભણે છે. જેઓ અવારનવાર અરિબક બોલતા માછીમારો અને વેપારીઓ હોય તેવી ભીડ વારી બઝાર મા જતા.રણ, બદયુંન, ઊંટ અને એક રાષ્ટ્રગીત જે મને કંઠસ્થ છે. અલિફ.. બા..તા..
અલ સીફ મને ફૈઝલ ના મારા પુસ્તક ના ઘર જેવુ લાગે છે. જેમકે ફૈઝલ ની વાર્તા યુ.એ.ઈ સોશિયલ સ્ટડી ના પાના પરથી ઉછળીને ક્રીક ઉપર અથડાતા મોજા માં યુ.એ.ઈ મા ફેલાણી. વિલુપ્ત થતાં ઘણા ગુજરાતી પેઢી ના નામો વારી જુની ઑરીજલ સૂક ની બાજુમા તદન નવિ પણ જૂની દેખાતી સૂક ડેરા ઈનરીચમેનટ પ્રોજેક્ટ ના ભાગ રૂપે ખુલી.મારા પપ્પા 1968 ના ભાગો જોડવાની ઊતાવળ કરે છે જ્યાં મારા દાદા અને તેનો પરિવાર રહેતો.એ સમય ના માહોલ નો ઇતિહાસ: ઇંડિયન એસોસિએશન ના પરિસર માં આવેલ ગુજરાતી સ્કૂલ જેમા તે 1968 થી 1970 જતાં. હિન્દી, ઈરાની, ગુજરાતી અને મલયાલમ બોલતા વેપારીઓ જેઓ ઈરાક જતા અહી રોકાતા અને અહિ વસી જાતા. ઈરાની અને અરબી વેપારીઓ લેનદેન માં દિરહામ નહિ રુપિયા બોલતા. અમારું ફેમીલી જે બિલ્ડિંગમા રેહતું તે ઓસમાન બિલ્ડિંગ કેવાતું કેમકે તેનાં માલિક નું નામ ઓસમાન હતુ. શોકેસ વિનાની દુકાન મા મારા દાદા સફેદ લેંઘા- ઝબ્બા મા બેસતા. દાદી ગોળ મસાલિયુ જે હજુ અમારી પાસે છે એ એવુ રાખતા.અહી ઉછરતા હુ જે ખાતી એ દાલ, શાક ભાત પપ્પા રોજ ખાતા.
મારા પપ્પા ઉતાવળે મારી હથેળી માં આવી ઘણીબધી યાદો રેળે છે, હુ આતુરતા થી સાંભળુ છુ, ઉતાવળે સંભળાતા શબ્દો હું જલ્દીથી ભાષાંતર મા જોડણી ની ભૂલ સાથે લખું છું. “ઓસમાન બિલ્ડિંગ હજુ છે? આપણે ત્યાં ભેગા જઈ શકયે? આવતા અઠવાડિયે? “ એક તત્કાળ જાત્રા એવા સ્થળે જે એકપણ ટુરિસ્ટ વેબસાઈટ કે પુસ્તક માં નોંધાયેલ નથી. અમારા શબ્દો ની તાકિદ આ યુવાન શહેર ની પુનઁવિકાસ ગતિ નું ખાલી પ્રતિબિંબ નથી. મારા પપ્પા 60 વર્ષ ના છે, લગભગ નિવૃત્તિ ની ઉમર ના. અમારું ઈન્ડિયા મા ઘર છે.
હું અને મારા પપ્પા આ અખાત ને સંકોચવામાં એકલા જ નથી. ડેરા માં મોબાઇલ ની દુકાનો ઓછી થતી જાય છે. મારો મિત્ર એ વિસ્તાર ના ફોટોગ્રાફ લેવાનો છે. શારજાહ ની જૂની ક્રીક પર નવા મોંઘા કાફે ખુલે છે. મારી સખિ તેના દાદા જે સ્ટીમર મા ૪૦ ના દાયકામાં યુ.એ.ઈ. આવેલ તેનો સ્કેચ બનાવાની છે. સતવા મા એક બિલ્ડિંગ ઉપર ફૈઝલ જેવા એક છોકરા ની પેઇન્ટિંગ છે. મારી મિત્ર એ ‘ 90s કરેલ પારિવારિક ખોરફકાન ની રોડટ્રિપ ની ફોટોબુક બનાવી છે. અમે ચૂપકે થી વાર્તા ઓ નો સંચય કરીયે છીએ અને બે પેઢી વચ્ચે ના અખાત ને નાનો કરીએ છીએ.અમારી વાર્તા ને હાંસિયા માં ધકેલતા બચાવી છીએ. કાનૂની અનુબંધીત દસ્તાવેજ ની જ્ગ્યા એ અનુબંધીત દસ્તાવેજ તરીકે વર્તતી વાર્તા. હુ ભુલાય જતાં સ્થળો અને માણસો ની વાર્તાઓ લખું છું.
કદાચ આ વાર્તાઓ મને અને મારા પપ્પા ને આ ભૂમિ સાથે બાંધસે. કદાચ એક દિવસ હું આ વાર્તા ની હજાર કોપી કરી અલ સીફ ની બધી દિવાલ પર ચોટાડી દઈસ.
(Translated by from English to Gujarati by Asvinkumar Kanjibhai Ghaghada)
A Gulf Between Me and My Father
My father is a gold merchant. On late evenings, like many fathers, when quiet and lager combined, and the weight of gold troubles fell away, the merchant would vanish, and a nostalgic storyteller would appear in his place. Most of my father’s stories are about Jamjodhpur, a small town in Gujarat, India, where he grew up. I know the shape of the ghost that lives on the first floor of our family home and the texture of the rope beds he and his teenage friends sat on for paan and soda. Through repetition, my father’s memories have become my own.
My favorite memory, though, is his first memory. It’s not of India.
He was four years old. A Dubai police officer was holding out his arms and carrying him off a small dhow on the creek. My father was frightened, looking back and hoping his mother wouldn’t float away. He had just arrived in the UAE for the first time, off a large steamer from Gujarat. It was 1968.
I cherish this story over all others. I hold it tenderly, like a water droplet in my palm –– afraid it will evaporate or trickle away. A link had been forged between our childhoods through this memory, which in my mind’s eye had taken place on different planets. I was born in Dubai Hospital. The backdrop of my memories is a list of vanishing places: an arcade in Wafi Mall with geometric shapes on the carpet, a loud open-air shopping market in Karama, and picnics on green roundabouts.
Like in many Indian families in the Gulf –– a sizable diaspora –– no coherent immigration story was passed down. In over twenty years, I didn’t know that my father’s first memory was of the same soil on which I was born. My father only told me about the policeman three years ago, when I was interviewing him for my thesis about Karama. I was writing about how one of the places of my childhood was transforming beyond recognition.
Against this urgency of a disappearing city, a gulf shrank between us. My father stopped trying to stretch Jamjodhpur over the Gulf for me. We stopped reliving his history, and began writing missing words in our shared history –– one whose setting is eroding before my own eyes, taking with it traces of my father’s story and my belonging. A different story is being built in its place.
I visited Marsa Al Seef, a waterfront development on Deira Creek, a few weeks ago. In a few steps, I was transported to a different world: crafted alleyways of stone and mud, perfectly rusted blue metal doors, and carefully laid fishing nets on wooden ledges. Al Seef hosts a ‘Magic Carpets’ store, a well with a water fountain, and many wooden carts with all four wheels. Absent of any natural signs of aging or inhabitation, it looks like a historical neighborhood pickled in a jar. Marketed as “Dubai’s historic waterfront,” it was built in 2017.
It looks little like the creek my father drew for me –– the one he landed on. Al Seef reminds me of Faisal, the protagonist of UAE Social Studies textbooks, part of the Central Board of Secondary Education’s curriculum in the UAE –– taught early on and until grade seven. Faisal, a boy who belongs to the UAE, and his sister, whose name I don’t remember, live in UAE’s past, speak Arabic, and attend a madrasa. They frequent a crowded market, teeming with fishermen and merchants, who also speak Arabic. Deserts, bedouins, and camels –– an anthem I know by heart, alef, baa, taa.
Al Seef reminds me of Faisal because it looks like where he lived in that textbook. It’s as if his story had jumped off the UAE Social Studies textbook page and washed over this creek, spreading in turbulent waves through the UAE. A brand new old looking souq, part of the Deira Enrichment Project –– built adjacent to the actual old souq –– full of vanishing gold shops with familiar Gujarati family names.
My father hurries to piece together the 1968 creek he lived on, that my grandfather and his family lived on before him. A history that contains multitudes: the Gujarati school he attended in Dubai between 1968 and 1970, on Indian Association premises. His Gujarati friends playing the same games as back in Jamjodhpur, just on drier sand. Hindi-Arabic-Gujarati-Malayalam speaking merchants traveling to Iraq and stopping over and settling here. Iranian and Arab trading partners dealing in “rupiyahs” instead of “dirhams.” The building our family lived in was called the Usman building because the owner was named Usman. My grandfather, in his familiar two-piece suit of white fabric, stands in a shop with no windows. My grandmother beside a round steel box of masalas like the one I still own. The daal, rice, and subzi my father ate everyday, like me, growing up here.
My father extracts and pours more memories into my palms, talking fast. I listen to him, ravenous, and spill it in words, misspelling translations. “Usman building is still standing? Can we visit it together –– next week?” An express pilgrimage to a place written in no book or tourist site. The urgency of our words are not just a reflection of the frenetic pace of redevelopment in this young city. He is almost 60, retirement age. We have a house in India.
My father and I are not alone in trying to shrink this gulf. Mobile shops are vacant in Deira. My friend plans to photograph the area. New specialty cafes are opening on the old creek in Sharjah. My friend is drawing sketches of the steamer her grandfather arrived on in the 40s. A painting of a boy dressed like Faisal sits on an old building in Satwa. My friend made a chapbook with a photo of a family road trip to Khor Fakkan from the 90s. We are quietly collecting stories, shrinking the gulf between two generations, saving our lives from the margins. I’m writing stories about places and people before they vanish. Stories to act as binding documents in place of legal binding documents. Maybe they will anchor me to my father and to this land. Maybe one day, I will print thousands of copies of this story and tape it to every inch of the walls at Al Seef.
Bhoomika Ghaghada is a researcher and writer in the UAE. She writes about gender, urban spaces, and media, often focusing on structural inequalities and its everyday manifestations. Read her latest work in Jadaliyya, here. Ghaghada holds a Master of Arts in Media Studies from Pratt Institute, Brooklyn, and was a recent resident at Warehouse421, Abu Dhabi. She is the Co-Founder of Gulf Creative Collective. Follow her here on Instagram/Twitter: @bhoomikag9
Images courtesy of the author